Wednesday, August 17, 2011

સ્તંભેશ્વર મહાદેવ

સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયાકિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ "ગુપ્ત તિર્થ" તેમ જ "સંગમ તિર્થ" તરીકે પણ ઓળખાય છે.

અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા ભરૂચ તેમ જ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા કાવી પહોંચાય છે.



diamond rings

Jambusarcity.blogspot.com Slideshow: Chirag’s trip to Bharuch, Gujarat, India was created by TripAdvisor. See another Bharuch slideshow. Take your travel photos and make a slideshow for free.